



27 જૂને મધ્યપ્રદેશના જબુલપુરમાં શિવાની પટેલના અખિલ પટેલ સાથે લગ્ન થયા હતા. જેમાં કન્યા ટ્રેકટર ચલાવીને લગ્નમંડપ સુધી પહોંચી હતી. જે જોઈને જાનૈયાઓ અને મહેમાનો દંગ રહી ગયા હતા. સામાન્ય રીતે લગ્ન મંડપમાં કન્યા ડોલીમાં બેસીને આવતી હોય છે અને લગ્ન મંડપ સુધી પહોંચતી હોય છે. પણ આજના સમયમાં ટ્રેંડ બદલાયો છે. લગ્નમાં વર અને કન્યા, લગ્ન મંડપ સુધી પહોંચવા માટે અવનવી રીતો અપનાવતા હોય છે. પણ આ લગ્નમાં કન્યાના અનોખા ઠાઠ જોવા મળ્યા હતા.જયારે કન્યા લગ્ન મંડપ સુધી આવવા માટે ટ્રેકટર પર નીકળી તો બધાની નજર ત્યાં જ ચોટી ગઈ. કેમ કે કન્યા ખુદ ટ્રેકટર ચલાવી રહી હતી. કન્યાના મહેંદી લાગેલા હાથમાં ફુલ્ઝર હતી તો એક હાથમાં ટ્રેકટરનું સ્ટીયરીંગ હતું. કન્યાનો આ અનોખો અંદાજ અત્યારે સોશ્યલ મીડિયા પર ટ્રેંડ થઈ રહ્યો છે.