



બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઈ રાજસ્થાન તરફ પહોંચી ગયું છે, તેમ છતા તેની અસર ઉત્તર ગુજરાતમાં વર્તાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ અને પવન ફુંકાતા વ્યાપક નુકસાન થયું છે. અંબાજી-આબુરોડ પર ભારે પવન ફુંકાતા સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે. મુખ્ય રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. અંબાજી-આબુરોડ પર એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. તેમજ વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.