Search
Close this search box.

સિંગલ ફાધર તરીકે પોતાના દિવ્યાંગ દીકરાની સંભાળ રાખી રહ્યા છે-

[adsforwp id="60"]

અમદાવાદ: દિવ્યાંગ બાળકો ભગવાનના રૂપ માનવામાં આવે છે. તેઓ શારીરિક રીતે ભલે ડિસેબલ હોય પરંતુ તે બાળકોમાં કંઈક અલગ જ શક્તિ હોય છે. દિવ્યાંગ બાળકો અત્યંત ટેલેન્ટેડ હોય છે. તે જ રીતે અમદાવાદમાં રહેતો દિવ્યાંગ જય પેઇન્ટિંગમાં અદ્ભુત હુન્નર ધરાવે છે. જય હાલ પોતાના પિતા સાથે રહે છે. તેણે અત્યાર સુધી 300થી વધુ પેઈન્ટિંગ બનાવ્યા છે. ભવિષ્યમાં તે સારો ચિત્રકાર બનવા માંગે છે. જય

જયના પિતા મહેશ ગાંગડિયા હાલ તેની દેખભાળ રાખી રહ્યા છે. જયના માતા સ્વાઈન ફ્લૂ બીમારીના ભોગ બનતા તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે જયના પિતા મહેશ ભાઈ જયને માતાની હૂંફ આપી તેની સેવા કરે છે.

જયને ખૂબ નાની ઉંમરે જોન્ડિસ થયો એમાં 80 ટકા શરી૨ પેરેલાઈઝ્ડ થઈ ગયુ

અમદાવાદમાં રહેતા મહેશ ગાંગડિયા પણ છેલ્લા કેટલાક વર્ષોથી 80 ટકા ડિસેબલ એવા તેમના 24 વર્ષીય જુવાન દીકરા જયને એકલા હાથે સાચવી રહ્યા છે. તેમણે જયને દત્તક લીધેલ છે. જયને ખૂબ નાની ઉંમરે જોન્ડિસ થયો હતો. એમાં તેનું 80 ટકા શરી૨ પેરેલાઈઝ્ડ થઈ ગયુ.

જયની સ્થિતિ વિશે વાત કરતા મહેશ ગાંગડિયા જણાવે છે કે હકીકતમાં અમારે કોઈ સંતાન ન હોવાથી અમારા લગ્નના 6 વર્ષ પછી મેં અને મારી વાઇફ જયશ્રીએ જયને એડોપ્ટ કર્યો હતો. અમે તેને એડોપ્ટ કર્યો ત્યારે તે નાનો અને સ્વસ્થ હતો. ત્યારબાદ તેને જોન્ડિસ થયો. એમાં તાવની સાથે ખેંચ આવી ગઈ. એના લીધે તેને સેરિબ્રલ પાલ્સીની બીમારી થઈ ગઈ.

આ પણ વાંચો : જુનાગઢમાં 12 કલાકમાં 12 ઇંચ વરસાદ, જનજીવન ખોરવાયું, જુઓ વીડિયો

જેના કારણે તેને બોલવા-ચાલવામાં તકલીફ થવા લાગી. શરીરનું બેલેન્સ જળવાઈ ન રહે. તેના મોઢામાંથી લાળ ટપક્યા કરે. આમ તે 80 ટકા ડિસેબલ થઈ ગયો. જો કે એ સમયે મારી સાથે મારી વાઇફ હતી એટલે જયના ઉછેરમાં એટલી મુશ્કેલી ન પડી. પરંતુ 4 વર્ષ પહેલાં સ્વાઈન ફ્લૂને કારણે જયશ્રીની અચાનક વિદાય થઈ ગઈ. એ પછી હું અને જય બે જ જણ ઘરમાં રહીએ છીએ. હજુ પણ તેને બાળકની જેમ સંભાળવો પડે છે.

પત્નીના અવસાન બાદ એકલા હાથે દીકરાનો ઉછેર કરી રહ્યા છે

પત્નીના અવસાન બાદ મન મક્કમ રાખીને એકલા હાથે દીકરાનો ઉછેર કરવાની સાથે તેની રોજની દૈનિક ક્રિયાઓમાં પણ ખડેપગે રહેવું પડે છે. આ ઉપરાંત જયનો પેઇન્ટિંગમાં હાથ બેઠેલો જોઈને તે કેવી રીતે આગળ વધે એના પર ફોકસ કર્યું. હાલમાં તે 300 થી વધુ પેઇન્ટિંગ બનાવી ચૂક્યો છે. લગભગ 15 થી વધુ પેઇન્ટિંગ્સ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. કેટલાક સોલો એક્ઝિબિશન પણ કર્યા છે. અમદાવાદ ઉપરાંત મુંબઈ અને કટરામાં પણ તેણે એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. આ બધું શીખતાં તેને ક્યારેય રોક્યો નથી.

જયને સર્વાઇવલ સ્કિલ્સ શીખવવા વિશે જણાવતા કહે છે કે 6 વર્ષ પહેલા તેને એક વર્કશોપમાં લઈ ગયા હતા. ત્યાં તેણે સરસ પેઇન્ટિંગ બનાવ્યું હતું. એટલે મને લાગ્યું કે તેને એમાં જરૂર રસ પડશે. તેનું માઈન્ડ ઇન્ટેલિજન્ટ છે. જેના લીધે કમ્પ્યુટર ચલાવી શકે છે, એક્સેલમાં કામ કરી શકે છે, રેલ કે એર ટિકિટ પણ બુક કરી શકે છે. જેથી કામકાજ સંદર્ભે તે આત્મનિર્ભર બની શકે.

આ પણ વાંચો :  કાવેરી નદીમાં નવા નીરની આવક થતા કોઝવે ઓવરફ્લો, ગ્રામજનોને પડી રહી છે આવી મુશ્કેલી

ખાસ વાત તો એ છે કે જય આત્મનિર્ભરની સાથે સમાજ સેવા પણ કરી રહ્યો છે. પેઈન્ટિંગ માંથી કરેલી કમાણીમાંથી તેણે કોરોના કાળ દરમિયાન પીએમ કેર ફંડમાં 5100 રૂપિયાનું અનુદાન કરી એક ઉત્તમ કાર્ય કર્યું છે. જે ખરેખર પ્રશંસનીય છે. આ સાથે તે દરેકને ગિફ્ટ પણ કરતો રહે છે. તાજેતરમાં જ ગુજરાત રાજ્યના સીએમ અને રાજ્યપાલ બંનેને પોતે બનાવેલા પેઈન્ટિંગ ગિફ્ટ કર્યા છે. આગામી સમયમાં તે પીએમને પણ સુંદર પેઇન્ટિંગ આપવાની ઈચ્છા ધરાવે છે.

મહેશભાઈને એકના એક દીકરાની સંભાળ લેવામાં ઘણી તકલીફ તો પડે જ છે. પરંતુ તેમના મતે આ બાળકને ઉછેરીએ એટલે ધીરજના ગુણ આવી જાય છે. જયને બહાર ફરવા જવાનો શોખ હોવાથી તેને વૈષ્ણોદેવી, વાઘા બોર્ડર, દિલ્હી, આગરા, ઉદયપુર, શ્રીનાથજી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોએ ફરવા પણ લઈ જાય છે. આજે તેઓ પોતાના દીકરાની ઇચ્છા પૂરી કરીને કાયમ હસતો રાખવા તત્પર રહે છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

First published:

Tags: Ahmedabad news, Local 18

Source link

Leave a Comment