



અમુક બાળકો ખૂબ જ તોફાની હોય છે. તેમને એક જગ્યાએ બેસાડી રાખવા ખૂબ જ અઘરુ કામ હોય છે. અને જ્યારે વાત બાળકોના વાળ કાપવાની આવે તો, પછી પુછવું જ શું. તેમને કંટ્રોલ કરવા ખૂબ જ અઘરુ હોય છે. ત્યારે આવા સમયે એક માતાએ પોતાના બાળકના વાળ કાપવા માટે એવો જુગાડ અપનાવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ટ્વિટર પર એક આઈપીએસ અધિકારીએ પોસ્ટ કર્યો, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે આઈડીયા તો ખરાબ નથી. એક શખ્સે કહ્યું કે, આધુનિક સમસ્યાઓનો આધુનિક ઉપચાર. બાકી તમે બાળકોના વાળ કાપવા માટે શું આઈડીયા અપનાવો છો, તે કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવશો.
આ પણ વાંચો: જાણવા જેવું: દાળ બનાવતી વખતે પીળા થયેલા કુકરને આ રીતે સાફ કરો, ચાંદી જેવું ચમકવા લાગશે
આ વાયરલ વીડિયોમાં એક માતાએ બાળકને તેના માથા અને પગના કટઆઉટવાળા બોક્સમાં બેસાડતી દેખાઈ રહી છે. બાળકને બોક્સમાં સારી રીતે બેસાડી દીધા બાદ બોક્સ બંધ કરી દે છે. તેનાથી બાળકનું માથુ જ ખાલી ઉપર બહાર રહે છે. જેનાથી તે આરામીથી ટ્રિમિંગ મશીનથી બાળકના વાળ કાપી શકે છે. અને હાં…આ દરમ્યાન બાળક જરાં પણ હલનચલન નથી કરી શકતું. તો ભાઈ…તોફાની બાળકો માટેનો આ આઈડીયા આપને કેવો લાગ્યો?
#HairCut ♥️
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Latest viral video