



‘બિપોરજોય’ વાવાઝોડાને લઈ રેલવે સેવા બાદ હવે યાત્રાધામોની રોપ-વે સેવા પણ પ્રભાવિત થઈ છે. તંત્ર દ્વારા પાવાગઢ, ગિરનાર અને અંબાજીના ગબ્બર પર્વત પરની રોપ-વે સેવા ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પવનની ઝડપ વધીને 35થી 45 કિમી પ્રતિકલાક હોય ત્યાં સુધી રોપ-વે સેવા કાર્યરત રહે છે, પરંતુ હાલમાં રાજ્યમાં વાતાવરણની બદલાતી સ્થિતી પ્રમાણે પર્વતીય વિસ્તારોમાં પવન 45 કિમી પ્રતિકલાકથી ઝડપે ફૂંકાઈ રહ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.